વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે કાનપર રોડ પર આવેલી વાડીએ ગઈકાલે રાતના સમયે ઈલેક્ટ્રીક પાણીની મોટર ચાલુ કરવા જતા ભેજના કારણે ઈલેક્ટ્રીક શોટ લાગતા હુસેનભાઇ મમદભાઈ (ઉંમર વર્ષ 56)નું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.