સદનસીબે જાનહાની ટળી, અકસ્માતને પગલે ટ્રાફિકજામ મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર રોડ ઉપર આજે બપોરે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. પરંતુ સદનસીબે જાનહાની થઈ ન હતી. જો કે આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જેતપર રોડ ઉપર આજે બપોરના દોઢ વાગ્યાની આસપાસ એક કાર અને પેસેન્જર ભરેલી રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત સમયે રિક્ષામાં પેસેન્જરો બેઠેલા હતા. પણ સદનસીબે કોઈને જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે. ફક્ત વાહનોને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન થયું હતું અને કાર રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતને પગલે થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હોવાનું જાણવા મળે છે.