હળવદ : હળવદ શહેરમાં ગઈકાલે તા. 23ના રોજ પોલીસ દ્વારા બે સ્થળોએ વર્લી ફીચરનો જુગાર રમતા કુલ બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. હળવદ પોલીસ મથકમાં બંને કેસમાં કુલ ત્રણ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હળવદ ટાઉનમા મૌલા કાઝી કબ્રસ્તાન પાસે ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટીને જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ રૂ. ૩૭૩૦ જપ્ત કર્યા છે. અને આરોપી ફૈયાઝની અટકાયત કરી છે. વધુમાં, હળવદમાં બસ સ્ટેન્ડ પાસે કીરણ ઉર્ફે બાદશાહ હરીભાઇ મકવાણાને જાહેરમા વર્લી ફીચરના આંકડાઓ લખી લખાવી નસીબ આધારીત પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડી હશુભાઇ વિનુભાઇ રાઠોડ પાસે કપાત કરાવી વર્લી ફીચરના આંકડાઓનો પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે રેઇડ દરમિયાન આરોપી કીરણ પાસેથી મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ. (૩૦૦૦) તથા રોકડ રૂપીયા ૩૬૫૦ મળી કુલ કી રૂ. ૬,૬૫૦ ના મુદામાલ સાથે અટક કરવામાં આવી છે. તેમજ આરોપી હશુભાઇને પકડવાની તજવીજ કરી છે.