માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકામાં કુંભારીયા ગામ નજીક પોલીસ દ્વારા વર્લી ફિચરનો જુગાર રમતા શ્રમિકને ઝડપી લીધો હતો. ગઈકાલે તા. 22ના રોજ કુંભારીયા ગામના ઝાપા પાસે રતિલાલ રામજીભાઈ પંચાસરાને જાહેરમાં પૈસાની હારજીતનો વર્લી ફિચરનો જુગાર રમી રમાતા કુલ રૂ. 1450 સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.