વાંકાનેર : વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર કારચાલકે ઓવર ટેક કરી આગળ જઈ કારને બ્રેક મારતા મોટર સાયકલમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. ગત તા. 19ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે રાતીદેવડી રોડ નીશાળીયા મેલડી માતા મંદિરની સામે ફોરવીલ કાર રજી. નં. GJ-36-R-3039 ના ચાલકે કાર પુરઝડપે ચલાવીને મોહમદમુસ્તકીમભાઇ અબ્દુલરહીમભાઇ મામદભાઇ બાદીના મો.સા નં- GJ-03-EN-7695ને ઓવર ટેક કરી અચાનક બ્રેક મારતા કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આથી, રોડ પર મોહમદમુસ્તકીમભાઇ તથા તેના પિતા જમીન પર પડી જતા મોહમદમુસ્તકીમભાઇને સામાન્ય ઈજા થયેલ હતી. તેમજ તેના પિતાને પગના ગોળાના ભાગે ફ્રેકચર જેવી તથા ખંભામા અને માથાના ભાગે ઇજા થઇ હતી.આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધી કારચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.