મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના સામા કાંઠે આવેલ વિદ્યુતનગર ઢાળિયા પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા આરોપીઓ રાજનભાઇ પ્રકાશભાઇ ચબાડ, તુલસીભાઇ ઉર્ફે કાનો રમેશભાઇ ઉપસરીયા, દેવાભાઇ રાવળદેવ, રાહુલભાઇ રાવળદેવ અને મેહુલભાઇ ત્રિભોવનભાઇ સનુરાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. ૭૨૬૦ નો મુદામાલ કબ્જે કરી આ તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.