હળવદ : આજ રોજ હળવદ શહેર ભાજપ દ્વારા મહામાનવ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમ અને તુલસીના રોપાના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ હળવદ શહેર ભાજપ દ્વારા મહાપુરુષ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિતે સરાનાકા ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પો થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે સાથે ઔષધિય રોપ એવા ગુણકારી તુલસીના રોપનું નિઃશુલ્ક વિતરણ કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ભાજપના પીઢ અગ્રણી બીપીનભાઈ દવે, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, મહામંત્રી રમેશભાઈ ભગત, સંદીપભાઈ પટેલ, દાદભાઈ ડાંગર, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે, અશ્વિનભાઈ કણઝરિયા, ધર્મેશભાઈ જોશી, નાગરભાઈ દલવાડી સહિત શહેર ભાજપના હોદેદારો, નગરપાલિકાના સભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મેહુલભાઈ પટેલ, રવિભાઈ પટેલ, શિવાભાઈ દલવાડી સહિતના યુવા કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ પૂરું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને 'એક દેશ મેં દો નિશાન ઔર દો વિધાન નહિ ચલેગા'ના નારા સાથે કલમ 370નો વિરોધ કર્યો હતો અને કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો ત્યારે તેમને જેલ વાસની સજા કરવામાં આવી હતી અને ત્યાં જેલમાં જ તેમનું રહસ્યમય મોત થયું હતું અને રાષ્ટ્ર માટે પોતાના જીવ ની આહુતિ આપી હતી.