મોરબી : સજ્જનપર ગામે બે ગાય વચ્ચે લડાઈ થયા બાદ એક ગાયનું અડધું શીંગડું તૂટી ગયું હતું. જેના કારણે ગાય પીડાથી કણસતી હતી. આ ગાયના માલિકે 10 ગામ દીઠ કાર્યરત 1962 પશુ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. જેથી આ હેલ્પલાઇનના ડો. વિપુલ કાનાણી, ડો. તાબીબ હુસેન અને પાયલોટ હિતેશભાઈ નાગસની ટીમે ગાયની સારવાર કરી તેને પીડામાંથી મુક્ત કરી હતી.