વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલીસ દ્વારા નોટ-નંબરીનો જુગાર રમતા બે શ્રમિકને પકડી પાડવામાં આવ્યા છે. ગઈકાલે તા. 21ના રોજ વાંકાનેરમાં માટેલ રોડ અમરધામ પાસે સુરેશભાઇ સાદુરભાઇ વીંજવાડીયા અને સુખદેવભાઇ માલાભાઇ ડાભીને જુદા-જુદા દરની ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જાહેરમા નસીબ આધારીત જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ કુલ રૂ. 670 જપ્ત કરી છે અને આરોપીઓની અટકાયત કરી છે. તેમજ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે.