ટ્રેક્ટરચાલકને ઇજા, ટ્રેક્ટરને નુકસાન, બસચાલક સામે ગુનો દાખલ હળવદ : ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરચાલકને ઇજા થઇ હતી અને ટ્રેક્ટરને નુકસાન થતા એસટી બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. ગઈકાલે તા. 21ના રોજ ધ્રાંગધ્રા-હળવદ હાઇવે રોડ ઉપર કવાડીયા ગામના પાટીયાથી હળવદ તરફ એસટી બસ રજી. નં. GJ 18 Z 3188ના ચાલક નામે રમણભાઇ નાનજીભાઇ ડામોર (ઉ.વ. 42, નોકરી દાહોદ એસ.ટી. ડેપો વિભાગ, ગોધરા) એ બસ બ્રીજેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા (ઉ.વ. 44)ના ટ્રેક્ટર રજી.નં GJ 13 EE 5783ની પાછળ જોડાવેલી ટ્રોલીની પાછળના ભાગે અથડાવી દીધી હતી. આથી, ટ્રોલીને રોડની સાઇડે પલ્ટી ખાઈ ગઈ હતી. અને ટ્રેક્ટરને નુકશાન થયું હતું. તેમજ બ્રીજેશભાઇને જમણાં પગે તથા જમણાં હાથે ફેકચર ઇજા થઇ હતી.હાલમાં પોલીસે બ્રીજેશભાઇની ફરિયાદ લઇ હળવદ પોલીસ મથકમાં બસચાલક સામે ગુનો દાખલ કર્યો છે. તેમજ બનાવની તપાસ હાથ ધરી છે.