કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 7 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે અંકુશમાં આવી ગઈ હોય પણ સંક્રમણ વધુ ન ફેલાય તે માટેની ખાસ તકેદારી રાખીને પોલીસે સરકારના કોવિડ અંગેના અલગ અલગ જાહેરનામાનો અમલ ચાલુ રાખ્યો છે. જેમાં સોમવારે 24 કલાક દરમિયાન પોલીસે મોરબી જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ સબબ 18 સામે કાર્યવાહી કરી હતી. તેમજ કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 7 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી. મોરબી શહેરમાં સોમવારે રાત્રે કફર્યુ ભંગ કરીને મુસાફરોની હેરાફેરો કરતા એક રીક્ષાચાલક, કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 3 રીક્ષાચાલકો, ધંધાના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા જુના કપડાંની લારીધારક, 2 રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર રીક્ષાનો ધંધો કરતા 2 રીક્ષાચાલકો, વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા એક વ્યક્તિ, છકડો રીક્ષાચાલક, બાઈકચાલક, માળીયામાં વેપારના સ્થળે માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા અનાજ દળવાની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરી ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો, હળવદમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો એક વાહનચાલક અને એક વેપારી સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.