માળીયા : માળીયા મીયાણામાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા બાબતે નગરપાલિકા પ્રમુખ હારુન સંઘવાણી દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. આ રજુઆતમાં જણાવાયું છે કે માળીયા (મી.)માં નગરપાલિકા હેઠળ આવતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના અન્વયે કામગીરી કરેલ છે. તેમાં ઘણી ક્ષતિઓ છે. અને ગટરની કામગીરી પણ અધૂરી છે. આથી, ગટર ઉભરાતાં ગંદકી થાય છે. તો ભૂગર્ભ ગટરની અધૂરી કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવે. નહીં તો ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ બાબતે પાણી પુરવઠા બોર્ડ, એજન્સીઓ ભૂગર્ભ ગટર યોજનાને લાગતા-વળગતાને અગાઉ મૌખિક કે લેખિત રજૂઆતો કરેલ છે. પણ આજ દિન સુધી આ પ્રશ્નોના નિકાલ લાવવામાં આવેલ નથી. જેથી કરીને જનતામાં આક્રોશ જોવામાં આવે છે. ભૂગર્ભ ગટરના પાણી નીકળવા માટે 2 પમ્પીંગ સ્ટેશન બનાવેલ છે. આજ દિવસ સુધી સ્ટેશન ચાલુ કરવામાં આવેલ નથી. આ બાબતે કામગીરી કરી પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવા અપીલ કરાઈ છે.