સર્વદા કલેક્શન ઉપર મોરબીવાસીઓ થશે આફરીન : મોરબીનું અત્યાર સુધીનું સર્વ શ્રેષ્ઠ એક્ઝિબિશન અનેક જવેલરી ઉપર ઝીરો મેકિંગ ચાર્જ : લાઈફ ટાઈમ સર્વિસ પણ ફ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે તેમના શહેરમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ જવેલરી એક્ઝિબિશન આવી ગયું છે. જવેલરી ડિઝાઇનમાં સતત 3 વર્ષથી એવોર્ડ મેળવતું જવેલ વર્લ્ડ મોરબીના આંગણે બે દિવસનું એક્ઝિબિશન લઈને આવ્યું છે. જેનો આજથી રંગારંગ પ્રારંભ થયો છે. તો આજે જ પધારો અને જવેલરીની નવીનતમ ડિઝાઇનની ખરીદીનો લ્હાવો લ્યો. અમદાવાદમાં સીજી રોડ અને સેટેલાઈટ વિસ્તારમાં જવેલ વર્લ્ડ કાર્યરત છે. જેને સુધી ગ્રાહકોને સંતોષકારક વસ્તુ અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સ છેલ્લા ત્રણ વર્ષથી બેસ્ટ ડિઝાઇનની જવેલરીનો એવોર્ડ મેળવી રહ્યું છે. તેઓ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હરભોલે બેંકવેટ હોલ ખાતે તા. 22 અને 23 એમ બે દિવસના એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. આજથી આ એક્ઝિબિશન ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. આ એક્ઝિબિશનમાં સર્વદા કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બનશે. સર્વદા કલેક્શન વર્તમાન અને ભવિષ્યમાં બન્નેમાં ટ્રેન્ડમાં જ રહે તેવું કલેક્શન છે. આ ઉપરાંત અહીં રોઝ જવેલરી અને રિયલ ડાયમંડની જવેલરીનું પણ મોટું કલેક્શન છે. આ એક્ઝિબિશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં અનેકવિધ જવેલરી ઉપર ઝીરો ટકા મેકિંગ ચાર્જની ખાસ ઓફર મુકવામાં આવી છે. સાથોસાથ તમામ જવેલરી ઉપર લાઈફટાઈમ ફ્રિ સર્વિસ પણ આપવામાં આવનાર છે. જવેલ વર્લ્ડ દ્વારા મુંબઈ, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર સહિતના શહેરોમાં દર વર્ષે એક્ઝિબિશનોનું આયોજન કરવામાં આવે છે. તમામ શહેરોમાં સેંકડો પરિવારો જવેલ વર્લ્ડ સાથે વિશ્વાસનો સબંધ ધરાવે છે. મોરબીમાં પણ જવેલ વર્લ્ડ ખાસ એક્ઝિબિશન લઈને આવ્યું છે. તો અહીં એકવખત અચૂક પધારો. વધુ વિગત માટે વીનેશભાઈ મો.નં.99254 86584 તથા ધવલભાઈ મો.નં. 99130 00089 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.