હળવદ : હળવદ-ધ્રાગધ્રા હાઇવે ઉપર રોડની સાઈડ પર બેઠેલા વૃદ્ધાને કારચાલકે હડફેટે લેતા ઇજા પહોંચી હતી. ગત તા. 19ના રોજ સાંજના પાંચ સાડા પાંચેક વાગ્યાના સુમારે હળવદ-ધ્રાગધ્રા રોડ પર જોગણી માતાજીના મંદીર સામે ફોરવીલ ગાડી નંબર- જી.જે-૩૪-એચ-૦૦૩૭ના ચાલકે કાર પુરઝડપે ચલાવી રોડની સાઇડમા બેઠેલ 67 વર્ષીય સવીતાબેન સોનાભાઇ ડાભીના ડાબા પગના પંજા ઉપર આગળનુ ડ્રાઇવર સાઇડનુ વ્હીલ ચડાવી દીધું હતું. આથી, વૃદ્ધાને ડાબા પગમા આગણીઓ તથા અંગુઠામા ગંભીર તથા ફેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી. આ બનાવ અંગે હળવદ પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધી કારચાલકને પકડવા તજવીજ કરી છે.