મોરબી : કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ માટે શારીરિક અને માનસિક તંદુરસ્તી પણ મહત્વની છે જે યોગ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તેવું આધુનિક વિજ્ઞાન પણ માને છે. ત્યારે મોરબીમાં યોગ દિવસની ઉજવણી શાળા, કોલેજ, સરકારી ઓફિસ કે રાજકીય પક્ષ પૂરતી જ સિમિત ન રહેતા મોરબીના જાણીતા ઇટાકા અને ઇટાલિક સીરામીક ગ્રુપ દ્વારા યોગ દિવસ ઉજવાયો હતો. આજે મોરબીના બંધુબાગ ધરમપુર ખાતે ઇટાકા તથા ઇટાલેક સિરામિક ગ્રૂપ દ્વારા વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર રવિ જામરીયા દ્વારા સિરામિક એકમોના કર્મચારીગણને યોગ, આસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરાવી તથા યોગ અંગેની જાણકારી આપી હતી. આ તકે બન્ને ગ્રૂપના ડિરેક્ટર અશોકભાઈ સવસાણી તથા હિતેશભાઈ અમૃતિયા સહિતના લોકો હાજર રહ્યા હતા.