મોરબીમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં 181 અભિયમ મહિલા ટીમ દ્વારા હેલ્પલાઇન પ્રોજેકટ કોઓર્ડિનેટર તુષારભાઈના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કાઉન્સેલર પલ્લવીબેન વાઘેલા, મહિલા પોલીસ દીપ્તિબેન દ્વારા યોગ કરાવવામાં આવ્યા હતા. આ વેળાએ 181 હેલ્પલાઇન મુશ્કેલીઓમાં મુકાયેલ મહિલાઓને વધુ સારી અને ઝડપી સેવા આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

- text