ટંકારા : કોરોનાની મહામારીમાં લોકો વચ્ચે જઈ લોકસેવા કરનાર પંકજભાઈ રાણસરીયાનું નિવૃત આર્મી જવાન અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પંકજભાઈ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તથા દર્દીઓના સગાઓને જમવાની તથા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી, નિવૃત આર્મી જવાન આહિર દિનેશભાઈ જીલરીયા, આહિર પ્રકાશભાઇ ગોગરા તેમજ સામાજિક કાર્યકર આહિર લક્ષ્મણભાઈ ગોગરા, આહિર રમેશભાઈ જીલરીયા સહિતના દ્રારા પંકજભાઈ રાણસરીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.