મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામમાં રીગા સીરામીક ફેકટરીમાં ખાડામાં પડી જતાં બાળકનું મૃત્યુ થયું છે. ગઇકાલે તારીખ 20ના રોજ રંગપર ગામમાં રીગા સીરામીક કારખાના ખાતે 10 વર્ષીય રોહીત શ્રીમોહન માટી ખાતાના ખાડામાં પડી જતા તેનું મોત થયું છે. જેની ડેડ બોડી મોરબીની સરકારી હોસ્પિટલમાં આવતા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.