મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઘનશ્યામ ચેમ્બર્સ તેમજ આજુબાજુના વેપારીઓ દ્વારા સર્વાજનીક જગ્યામાં 51 વૃક્ષોનું વાવેતર કરી ઓક્સિજન પાર્કનું નિર્માણ કરાયું છે. મોરબી શહેરના લખધીરપુર રોડ ઉપર ઘનશ્યામ ચેમ્બર્સની બાજુમાં સાર્વજનિક જગ્યા પડી હોય સ્થાનિક વેપારીઓ અને જાગૃત નાગરિકો દ્વારા જમીનને લેવલિંગ કરી અહીં 51 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું છે. અને જતનપૂર્વક વૃક્ષ ઉછેરવા પાણીના ટેન્કર માલિકોએ પણ નિયમિત પાણી આપવાનો સંકલ્પ કરી અહીં ઓક્સિજન વન સર્જન કરવા સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે.