સાંસદ કુંડારિયા અને ધારાસભ્ય મેરજા સહિતના આગેવાનોની હાજરીમાં નેતા અને કાર્યકર્તાઓએ યોગ કર્યા મોરબી : યોગ ભગાવે રોગ સુત્રને સાર્થક કરવા સાતમા વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી તાલુકા ભાજપ દ્વારા જુદી જુદી બે જગ્યાએ નિયત સંખ્યામા કાર્યકર્તા ઓ માટે યોગાભ્યાસનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદ, ધારાસભ્ય, સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓએ યોગાભ્યાસ કર્યો હતો. તાલુકા ભાજપ આયોજીત યોગાભ્યાસમાં કૃપા ટાઉન શિપ, મહેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ જયતિંભાઇ કવાડીયા, ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, જીલ્લા ભાજપ પ્રતિનિધિ હસુભાઇ પંડયા, વિશાલ ધોડાસરાની ઉપસ્થિતિમા તેમજ ઓમ પાર્ટી પ્લોટ રવાપર ખાતે સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયાની ઉપસ્થિતિમા નેતા કાર્યકર્તાઓ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. આ તકે યોગ દ્વારા સમગ્ર મોરબીની જનતાને માનસિક અને શારીરિક તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય એવુ યોગ અને પ્રાણાયામનુ સરળ ભાષામા જ્ઞાન આપતા યોગ શિક્ષક અંબારામભાઇ કવાડીયા તથા હર્ષેદભાઇ ગામીનુ મહેન્દ્રનગર ખાતે મોરબી તાલુકા ભાજપ દ્વારા મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતું. બન્ને યોગાભ્યાસ કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ચાર્જ જીજ્ઞેશભાઇ કૈલા, રવિભાઇ શનાવળા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ જહેમત ઉઠાવી હતી.