મોરબીના યુવા યોગ ગુરુને આંતરરાષ્ટ્રીય ફિટનેસ એવોર્ડ અર્પણ

- text


મોરબી : મોરબીના યુવા યોગ ગુરુ ચંદ્રેશ એ. દેત્રોજાને આંતરરાષ્ટ્રીય ફિટનેસ એવોર્ડ-2021 એનાયત કરવામાં આવ્યો છે.

આજે તારીખ 21ના રોજ ઉત્તરપ્રદેશ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા દેશ-વિદેશના યોગા અભ્યાસુ અને રિસર્ચ કરનારા યોગગુરુઓને ફિટનેસ એવોર્ડ 2021 એનાયત કરવામાં આવેલ છે. આજ રોજ 21મી જૂન યોગ દિવસ અનુસંધાને ઉત્તરપ્રદેશ બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડના ગુજરાત રાજ્યના સભ્ય રૂપેશભાઇ વી. રાણપરા એ યોગગુરુ ચંદ્રેશભાઈ દેત્રોજાનું પ્રમાણપત્ર આપીને સન્માન કરેલ છે.

- text

ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 વર્ષથી યોગગુરુ તરીકે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરે છે અને હાલમાં તેઓ મોરબી ખાતે આવનારી પેઢીને યોગ અંગેનું જ્ઞાન મળી રહે એ માટે યોગાટા (YOGATA)ની સ્થાપના કરેલ છે.

- text