મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિટામીન ટેબ્લેટનું વિનામૂલ્યે વિતરણ

- text


મોરબી : વર્તમાન સમયમાં જ્યારે કોરોના મહામારી સહિતની બીમારીઓએ માજા મૂકી છે અને બહોળી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે ત્યારે મોરબીના ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા જરૂરિયાત મંદ લોકોને મલ્ટી વિટામીન અને વિટામિન સી ટેબ્લેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને લોકોનું સમતોલ સ્વાસ્થ્ય જળવાઇ રહે તેવા ઉમદા આશયથી ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા મોરબીમાં વાવડી રોડ પર સુમતિનાથ નગર ખાતે વિનામૂલ્યે રોગપ્રતિકારક શક્તિવર્ધક મલ્ટી વિટામિન તથા વિટામીન-સી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લાભાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રોજેક્ટના સહયોગી દાતા ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તથા અન્ય ક્લબના સભ્યોએ હાજરી આપી હતી.

- text

- text