મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે યુવાવર્ગમાં ભારે ઉત્સાહ : આજે 6941 લોકોએ લીધી રસી

- text


જિલ્લામાં 70 સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીનેશન શરૂ થતાં જ સેન્ટરોમાં લાઈનો લાગી

મોરબી : મોરબી જિલ્લામાં આજે 18 થી વધુ વયજુથના લોકો માટે 70 સ્થળોએ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પ્રથમ દિવસે યુવા વર્ગમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. સવારથી સાંજ સુધીમાં 6941 લોકોએ વેકસીન લીધી છે.

- text

મોરબીમાં આજે 18 પ્લસ માટે સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવીને યુવાનનો કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં આ માટે 70 જેટલા સેન્ટરો પણ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં સવારથી જ યુવા વર્ગ મોટી સંખ્યામાં પહોંચી ગયો હતો. સાંજ સુધીમાં 6941 લોકોએ આ સેન્ટરોમા સ્થળ ઉપર જ રજિસ્ટ્રેશન કરાવીને વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text