સામાજીક કાર્યકર દ્વારા નગરપાલિકાને રજૂઆત મોરબી : મોરબીની શાન સમા સ્ટેટ વખતના નહેરુ ગેઇટના ચોકમાં લાંબા સમયથી ખાડા-ખબડા પડી ગયેલા છે. ત્યાં પેવર બ્લોક પાથરી આપવાની માંગણી સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા, જનક રાજા, અશોક ખરસરીયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખને લેખિત રજૂઆત થકી કરવામાં આવી છે. મોરબી નહેરૂગેઇટ ચોક જે વર્ષોથી મોરબીનું નજરાણુ કહેવાય છે, ત્યાં હાલ ખાડાખબડા થઇ ગયેલ છે. હવે ચોમાસુ માથે આવે છે. તો તાત્કાલીક પેવર બ્લોક અથવા ડામર રોડ બનાવવો જરૂરી હોવાનું રજુઆતમાં જણાવાયું છે.અહીં ચોકમાં ખાડાખબડા થવાથી પાણી ભરાય છે અને તેમાં રાહદારીઓ પડી જાય છે. આ ચોક દિવસ-રાત ધમધમતો હોય છે ત્યાં જો પેવર બ્લોક નાખવામાં આવે તો મોરબીની રોનક વધી જાય. આથી, તાત્કાલીક કાર્યવાહી કરાઇ એવી માંગ સાથે રજુઆત કરવામાં આવી છે.