મોરબી : 'યોગ ભગાડે રોગ'નાં સૂત્ર સાથે લીલાપર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તા.21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવાનું નિયત કર્યું છે. ત્યારે આજે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં લીલાપર હેલ્થ એન્ડ વેલ્નેસ સેન્ટર ખાતે નિયત સંખ્યામા લોકો એકત્રીત થઈ 'વિશ્વ યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતા. જેમા કમ્યુનીટી હેલ્થ ઓફિસર ડો. હિરલ ઓઝા, mphw ગોસાઈ અક્ષયગીરી, fhw ગુલશાના ચૌધરી એ લીલાપરનાં લોકોને યોગ કરાવી તેનુ મહત્વ સમજાવ્યું હતુ. જેની રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં ડો. જયેશ રામાવત એ નોંધ લીધી હતી.