લાયન્સ ક્લબ અને જૈન સોશિયલ ગ્રુપ આયોજિત રક્તદાન કેમ્પમાં 115 બોટલ રક્ત એકત્રિત

- text


મોરબી : થેલેસેમિયા ગ્રસ્ત બિમાર દર્દીઓના લાભાર્થે લાયન્સ ક્લ્બ નજરબાગ અને જૈન સોશિયલ ગ્રુપ આયોજિત રક્તદાન કેમ્પમાં દાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરતા 115 બોટલ રક્ત એકત્રિત થયું હતું.

લાયન્સ ક્લ્બ નજરબાગ અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા બીમાર દર્દીઓ અને થેલેસેમિયા પીડિત માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં દાતાઓએ મોટી સંખ્યામાં રક્ત દાન કરતા કુલ 115 બોટલ રક્ત એકત્રિત થયું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિક્રમભાઈ દફતરી, સેક્રેટરી નીતિનભાઈ મહેતા, જોઈન્ટ સેક્રેટરી વિક્રમભાઈ મહેતા, ભુતપૂર્વ પ્રમુખ પરેશભાઈ મહેતા, કિશોરભાઈ દેસાઈ તેમજ ખજાનચી સમીરભાઈ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text