કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પ્રકૃતિ પ્રેમીઓ માટે સેવાયજ્ઞ મોરબી : મોરબીના પર્યાવરણ પ્રેમી લોકોને હવે ઔષધીય રોપ લેવા જુનાગઢ કે ગીર નહિ જવુ પડે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ પ્રકારની ઔષધીના રોપાનું ટોકન દરથી અને અન્ય રોપનું વિનામૂલ્યે વિતરણ કરવા સેવાયજ્ઞ શરૂ કરાયો છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા દર વર્ષે વિવિધ ઔષધીય રોપનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જેમાં આ વખતે પણ વિવિધ પ્રકારના રોપનું વિતરણ કરવામાં આવશે. આ વર્ષે ખાસ જૂનાગઢથી વિવિધ પ્રકારના ઔષધીય રોપા ખરીદી કરી મોરબીમાં ટોકન ભાવથી વિતરણ કરવામાં આવશે. સાથે સાથે ઘણા રોપા એકદમ વિનામૂલ્યે પણ આપવામાં આવશે. વિનામૂલ્યે વિતરણ થનારા રોપની યાદી મુજબ જાંબુડા, બીલીપત્ર, લીમડો, સવન, કાંગશા, કંચનાર, ચંપો, અપરિજાત (વેલ), તુલસી, જામફળ, આસોપાલવ, મીઠો, લીમડો, પીપળો, પીપર, સેતુર, ઉંબરો અને બદામનો સમાવેશ થાય છે. જ્યારે શિવલિંગી, અરીઠા, કોઠા, મીંઢોલ, મહુડો, બહેડા, બ્રહ્મની વેલ, નગોડ, ગુગળ, અરડૂસી, પબડી, સીમળો, ચણોઠી કાળી, કરમદા, લિંડી પીપર વેલ, વિકળો, આમળા, ગોળ પાન વાળી નગોડ, રક્ત ચંદન, પારિજાત, ટીમરું, કંદમ્બ, રાદારૂડી વેલ, રૂખડો, ચરેલ, બોરસલી, પુત્ર જીવક, બુચ, વાયાવર્ણ અને અર્જુન સાદાડના રોપ ફક્ત 20 રૂપિયાના ટોકન દરથી આપવામાં આવશે. રોપાઓ લેવા આવતા વ્યક્તિએ પોતાનું વાહન અને રોપા હેરફેર પોતાની રીતે કરવાની રહેશે. કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું જરૂરી રહેશે. રોપા મેળવાનું સ્થળ, કર્તવ્ય જીવદયા કેન્દ્ર, રવાપર ઘુનડા રોડ, માધવ ગૌશાળા પેહલા, હરી ૐ સ્ટોન પછી, મોરબી ખાતે બપોરે 5 થી સાંજે 8 દરમિયાન જ રોપા આપવામાં આવશે. રોપા હશે ત્યાં સુધી દરરોજ વિતરણ ચાલુ રહેશે. વધુ માહિતી માટે સંપર્ક મો. 7574868886 ઉપર સંપર્ક કરવો.