મોરબી : મોરબી જીલ્લા પોલીસ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પત્રકાર બીપીનભાઇ કમેશ્વરભાઈ વ્યાસ, એસટી વિભાગ મોરબીના પરાક્રમસિંહ પરમાર, સુધરાઈ મંડળના અમૃતલાલ ઠાકરાણી, ગૃહ રક્ષક દળના અમરશીભાઈ મઢવી અને ગ્રામ રક્ષક દળના શિરિષભાઈ કાવર, મહિલા સામાજિક કાર્યકર મનીષાબેન સારેશા, હંસાબેન ઠાકર, ગ્રાહક સુરક્ષા સમિતિના ભવાનભાઈ ભાગીયા અને નશાબંધી મંડળના સભ્ય ગોપાલભાઈ કાસુંન્દ્રાની નિયુક્તિ થતા તમામ સભ્યોને શુભકામનાઓ મળી રહી છે.