હળવદ પોલીસે મકાનમાં ચાલતા જુગારને ઝડપી કુલ રૂ.૧૧,૧૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે મકાનમાં જુગરધામ ધમધમતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે આ મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાં જુગાર રમતા દસ શખ્સોને દબોચી લીધા હતા. હળવદ પોલીસે મકાનમાં ચાલતા જુગારને ઝડપી કુલ રૂ.૧૧,૧૦૦ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. હળવદના ચરાડવા ગામે આવેલ સ્વામીનારાયણ મંદીર વાળી શેરીમાં રહેતા આરોપી દીલીપદાસ ઉર્ફે દીનુમારાજ વજારામદાસ વૈષ્ણવ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમા નાલ ઉઘરાવીને જુગરધામ ચલાવતા હોવાની હળવદ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી.આ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટાફ ગઈકાલે એ મકાનમાં ત્રાટક્યો હતો અને મકાનમાં જુગાર રમતા દીલીપદાસ ઉર્ફે દીનુમારાજ વજારામદાસ વૈષ્ણવ, ગોપાલભાઇ પુંજાભાઇ પરમાર, મહેશભાઇ બાલજીભાઇ સોલંકી, જયંતીભાઇ લવજીભાઇ મકવાણા, ધીરૂભાઇ ખીમાભાઇ પરમાર, હરીભાઇ જીવાભાઇ સોલંકી, રતિલાલ ભગુભાઇ પરમાર, સુલતાન ઉર્ફે મુન્નો ગફુરભાઇ મુલતાની, યુવરાજસિંહ ભીખુભા ઝાલા, દાનુભાઇ હરજીભાઇ રાઠોડને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.૧૧,૧૦૦ ના મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગરધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.