મોરબીના પીપળી ગામે મારામારીની ઘટનામાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના પીપળી ગામે સમાજના હક્ક માટે લડતા સામાજિક અગેવાનને પ્લાસ્ટીકના પાઇપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે સામાજિક અગ્રણીએ ત્રણ શખ્સો સામે હુમલો તથા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવી પીપળી ગામેં રહેતા સામાજીક કાર્યકર ગૌતમભાઇ સોમાભાઇ અંબાલીયા (ઉ.વ.૬૦) એ આરોપીઓ કેશુભાઇ મોતીભાઇ, જેન્તીભાઇ, માધવજીભાઇ કુંડારીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામા ફરીયાદી સામાજીક આગેવાન હોય અને સમાજના હકક માટે અવાર નવાર અરજી કરતા હોય જે આરોપીઓને સારુ નહિ લાગતા ફરીયાદીને પીપળી પાવર હાઉસ પાસે હોસ્ટેલમા બોલાવી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી પ્લાસ્ટીકના પાઇપ વડે ડાબા હાથમા તથા પડખામા મુંઢ માર મારી ઇજા કરી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.