મોરબીના જુના ઘુંટુ રોડ ઉપરની ઘટનામાં પોલીસ ગાડી કબ્જે લઈ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ બોલેરો કારને અટકાવવાની કોશિશ કરતા બોલેરો કારચાલક સહિત નવેક શખ્સો પોલીસની જીપને ઠોકર મારીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આથી, પોલીસે તેમનો પીછો કરતા આરોપીઓ થોડે દુર બોલેરો કાર રેઢી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ફરજમાં રુકાવટનો ગુન્હો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ સરકાર તરફ ખુદ ફરિયાદી બનીને આરોપીઓ બોલેરો રજી નં. જી જે ચાર વાય 01966ના ચાલક તથા તેમા બેસેલ સરદારજી જેવા નવેક જેટલા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. ૧૮ ના રોજ એંજલ સીરામીકની બાજુમા જુના ઘુંટુ રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પોતાની ફરજના ભાગરૂપે પેટ્રોલીંગમા હોય અને આરોપીઓ પોતાની બોલેરો ગાડી લઈને નીકળતા પોલીસે રોકવાનો ઇશારો કરવા છતા નહી રોકી પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી તેમજ પોતાનુ વાહન પુરઝડપે હંકારી સરકારી વાહનમા પોતાની ગાડી ભટકાડી નુક્શાન કરી નાશી જતા પોલીસે પીછો કરતા જુના ઢુંવા ગામે પોતાનુ વાહન મુકી ફરીથી નાસી ગયા હતા. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.