વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. વઘાસિયા ગામમાં રહેતા 24 વર્ષીય પ્રીયાબા વાસુદેવસિંહ ઝાલા એ ગઈકાલે તા. 18ના રોજ પોતાના ઘરે એસિડ પી લીધુ હતી. આથી, તેમને પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં સારવાર આપી રીફર કરેલ હતા. જેમનું અધવચ્ચે રસ્તામા એમ્બ્યુલન્સમાં મૃત્યુ થયેલ છે. મૃતકનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે. તેનને સંતાનમાં સાડા ત્રણ વર્ષનુ બાળક છે. હાલમાં વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.