મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વાઘપરાના નાલા પાસેથી યુવકને વ્હિસ્કીની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં વાઘપરાના નાલા પાસે રમીજખાન નુરખાન સીપાઇ (ઉ.વ. 32)ને ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂની કાઉન્ટી કલબ ડીલકસ વ્હિસ્કીની કંપની શીલ બંધ 2 બોટલો (કિ.રૂ. 600) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી તેની અટકાયત કરી છે. તેમજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી રમીજખાન સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.