સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનરે ફરિયાદને આધારે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પોલીસ કાર્યવાહી મોરબી : હળવદના શિરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના આઠ પ્લોટ પચાવી પાડતા હળવદ તાલુકા ભાજપ મહામંત્રી અને તેમના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ફરિયાદ નોંધયા બાદ પોલીસે તમામ છ આરોપીઓની ધરપકડ કરી છે. હળવદ તાલુકાના શિરોઇ ગામે નવા ગામતળની સિંચાઈ વિભાગ હસ્તકની જમીનના પ્લોટ નંબર 32, 33, 34, 35, 36, 37, 38 અને 39ની સરકારી જમીન આરોપી કાળુ માવજી, વનરાવન રૂપા, પ્રતાપ માવજી, વિજય રૂપા, અનિલ અમરસિંહ અને તાલુકા ભાજપ મહામંત્રી એવા સંજય રૂપા (રહે. તમામ શીરોઈ ગામ, તા.હળવદ) વાળાઓએ અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે કબજો જમાવી ઉપયોગ કરતા આ મામલે નાયબ કાર્યપાલક ઈન્જનેર, સીંચાઈ વિભાગ હળવદના કિશનભાઈ લીંબડીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો. જેમાં આજે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.