મોરબી : મોરબીમાં લાયન્સ કલબ-નઝરબાગ અને જૈન સોશિયલ ગ્રુપ દ્વારા થેલેસેમિયા અને ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના લાભાર્થે અને સ્વ. કાર્તિક વિક્રમભાઇ દફતરીના સ્મરણાર્થે આવતીકાલે તા. 20ના રોજ સવારે 9થી 4 કલાક દરમિયાન શનાળા રોડ પર સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે વિક્રમભાઇ દફતરી - ૯૮૨૫૫ ૫૩૯૦૩નો સંપર્ક કરી શકાશે.