મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા સ્વ. ધવલ રાંકજાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે સેવાના અનેકવિધ કાર્યો કરી સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તા. 17 જૂનના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી. જે નિમિત્તે સદગતને શ્રદ્ધાંજલિ આપવા લાયન્સ ક્લબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, નાસ્તાનું વિતરણ, પાણીની કુંડીનું વિતરણ, મંદિરને બેન્ચોનું વિતરણ જેવા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ દ્વારા ગઈકાલના દિવસે સવારે 7.30 વાગ્યે વૃદ્ધાશ્રમના વડીલોને નાસ્તો કરાવામાં આવ્યો હતો. સવારે 8.00 કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બપોરે 2.00 વાગ્યા સુધી ચાલેલ હતું. જેમાં અંદાજે 140+ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. સવારે 8.30 કલાકે GIDC મેઈન રોડ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સવારે 9.00 વાગ્યે ગાય માટે પીવાના પાણીની કુંડી વિતરણ સાથે પક્ષીઓના ચણ માટે સીમેન્ટના સ્ટેન્ડ વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે સવારે 11.00 કલાકે વૃધાશ્રમમાં જમણવાર સ્વીટ સાથે આયોજન કરેલ હતું. બપોરે 2.00 કલાકે લાયન્સ કલબના કાયમી પ્રોજેક્ટ કહી શકાય એવી 11 બેન્ચ રફાળેશ્વર મહાદેવ મંદિરે અર્પણ કરવામાં આવી હતી. સાંજે 4.30 કલાકથી 7.00 વાગ્યા સુધી મોરબીની અલગ અલગ 5 થી વધુ ઝુપડપટ્ટીમાં નાસ્તો પીરસવામાં આવ્યો હતો. અને સાંજે 7.15 કલાકે વૃધાશ્રમના વડીલોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ પ્રોજેક્ટમાં હાજર રહી પ્રોજેક્ટને સફળ બનાવવા તમામ ક્લબ મેમ્બર્સ સાથે સાથે સ્વ. ધવલભાઈના પરિવારજનો, ધવલભાઈના મિત્ર વર્તુળ તથા EDEN પરિવારે ખુબ જ જેહમત ઉઠાવી હતી. x