વાંકાનેરના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં બનેલી ઘટનામાં સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં માટી ભરી ટ્રક પુલીયા ઉપર ચલાવવાની ના પાડતા મારામારી થઈ હતી. જેમાં સાત શખ્સો હથિયારો લઈને તૂટી પડતા ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. તેમજ બાઇકમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવનજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભરતભાઇ કાનાભાઇ મુંધવા (ઉ.વ-૨૩ ધંધો-ડ્રાઇવીંગ રહે-લુણસર ધોળાકુવા તા-વાંકાનેર) એ આરોપીઓ મગાભાઇ હનાભાઇ સાટીયા, જેસાભાઇ મગાભાઇ સાટીયા, હીટાચી મશીનના ડ્રાઇવર, દામાભાઇ મગાભાઇ સાટીયા, મફાભાઇ ગેલાભાઇ, હરીભાઇ દેવાભાઇ, જગાભાઇ ભુરાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તા.૧૭ ના રોજ બપોરના બાર સાડા બારેક વાગયાથી દોઢ બે વાગ્યા દરમ્યાન લુણસર ગામની સીમ ધોળાકુવા વિસ્તારમાં ફરીયાદીએ આરોપીને માટી ભરી ટ્રક પુલીયા ઉપર ચલાવવાની ના પાડતા ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદી તથા સાહેદ કાનાભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય આરોપીઓ આસરે દોઢેક કલાક બાદ સફેદ બોલેરો જીપમા આવી ફરીયાદીને પાઇપ વતી માથા માર મારી ઇજા કરી તેમજ સાહેદ કાનાભાઇને પાઇપ વતી માર મારતા ડાબા હાથમા કોણીમા ફેકચર કરી તેમજ સાહેદ મોહનભાઇ તથા ભવાનભાઇને મુંઢ ઇજા કરી મો.સા.મા નુકશાન કર્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.