મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરને મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ અન્વયે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવરને મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ આપવામાં આવેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ ફલક પર પણ પ્રાથમિક શિક્ષણ પરિવારના વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોના નિરાકરણ માટે તેઓના દીર્ઘ અનુભવનો લાભ મળતો રહેશે. તે બાબતના આનંદ સાથે મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ચંદ્રકાન્ત સી. કાવરને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ સાથે મોરબી તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખાને મોરબી તાલુકાના તમામ શિક્ષકો વતી મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ સંદીપ આદ્રોજા અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણિયા દ્વારા વિઘ્નહર્તા-બળપ્રદાતા દેવ, વિદ્યા શક્તિ પ્રદાતા દેવીની તસવીર અર્પિત કરવામાં આવી હતી.