મોરબી : મોરબીના ભાજપ અગ્રણીઓ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા સાથે મુલાકાત લઈ મહેન્દ્રનગર વિસ્તારના ગામો માટે પાણી પુરવઠા યોજના મંજુર કરવા બદલ આભાર માનવામાં આવ્યો હતો. મોરબીના ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા તથા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા એ મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામ અને આજુબાજુના વિસ્તાર માટે 19 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના મંજુર કરવા બદલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સાંસદ મોહનભાઇ કુંડારીયાનો આભાર માનવા માટે રૂબરૂ શુભેચ્છા મુલાકાત લઇ આભાર વ્યક્ત કર્યો હતો.