મોરબી : મોરબી શહેરમાં પીકઅપ ગાડી સાથે અથડાતા બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે છે. ગઈકાલે તા. 17ના રોજ મોરબીમાં પંચાસર ચોકડી નજીક મો.સા હીરો હોન્ડા નંબર GJ -3 –CP-7735 સામેથી બોલેરો પીકઅપ ગાડી રજી નંબર GJ -03BW- 6022 સાથે ભટકાયુ હતું. આથી, બાઇકચાલક પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ પીકઅપ ગાડીનો ચાલક નાસી ગયો હતો. હાલમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ છે.