માળીયા (મી.) માં ગેબનશાહ પીરની દરગાહ પાસે બનેલા બનાવમાં બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ માળીયા (મી.) : માળીયા (મી.) માં ગેબનશાહ પીરની દરગાહ પાસે રોડની વચ્ચે રીક્ષા ઉભી રાખવા મામલે યુવાન ઉપર છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને બે શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની માળીયા (મીં) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા મીંયાણામાં આવેલ ગેબનશાહ પીરની દરગાહ પાસે રહેતા ઇકબાલભાઇ આદમભાઇ મોવર (ઉ.વ. ૪૨) એ આરોપીઓ જાવેદભાઈ હાજીભાઈ જામ (રહે-આંબળી વાસ, માળીયા મીંયાણા), ધનાભાઈ ઉર્ફે ડાડો ગફુરભાઈ મોવર (રહે-મોવર શેરી, દરબારગઢ પાછળ, માળીયા મીંયાણા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૬ ના રોજ માળીયા મીંયાણા ગેબનશાહ પીરની દરગાહ પાસે ઇમામના ઓટાની બાજુમા આરોપીઓ રોડ વચ્ચે રીક્ષા ઉભી રાખી હોય. જેથી, ફરીયાદીએ રોડ વચ્ચેથી રીક્ષા લેવાનુ કહેતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને છરી વડે વાસાના ભાગે ઇજા કરી તથા ઢીંકાપાટુનો મારમારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી માળીયા પોલીસે બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો. કલમ-૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ માળીયા મીં.પો.સ્ટે.ના પો.હેઙ.કોન્સ. વી.આર.વઘેરા ચલાવી રહ્યા છે.