મોરબી : મોરબી તાલુકાના લગધીરપુર રોડ પર આવેલ ફેક્ટરીમાં લાગેલ આગમાં દાઝી જતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત તા. 29 મેના રોજ મોરબી તાલુકાના લગધીરપુર રોડ પર એન્ટીક મારબોનેટ પ્રા.લી.માં મનોજકુમાર રમેશભાઇ ચોદ (ઉ.વ. 26) કામ કરતા હતા. તે વખતે આગ લાગતા મનોજભાઈ દાઝી ગયા હતા. આથી, તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.