મોરબી : મોરબી જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટરે પરિવારથી વિખૂટી પડેલી મધ્યપ્રદેશ એક 14 વર્ષની બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. સતત 5 દિવસ સુધી જહેમત ઉઠાવીને સખી વન સ્ટોપ સેન્ટરે બાળકીના પરિવારને શોધી કાઢ્યો હતો. આ અરસામાં બાળકીને પરિવારની હૂંફ પણ સખી વન સ્ટોપ સેન્ટરે પુરી પાડી હતી. ગત તા. મધ્ય-પ્રદેશની યુવતી તેના ભાઈ સાથે એમ.પી.થી આવેલ. રસ્તામાં મોરબી જીલ્લાના હળવદ બસ સ્ટેન્ડ ઉપર બસનો હોલ્ટ થતા બેન નાસ્તો લેવા માટે ઉતરેલ અને બસ નિકળી ગયેલ. ત્યારબાદ તે યુવતી બીજી બસમાં ભુલથી ચડી ગયેલ. ત્યારબાદ કોઇ અજાણી વ્યક્તીએ બેનને રડતા જોતા ૧૮૧ વુમન હેલ્પ લાઈનને ફોન કરેલ. ૧૮૧ વુમન હેલ્પ લાઈન દ્રારા બેનને સખી-વન સ્ટોપ સેંટર પર રીફર કરવામાં આવેલ. બેનની ઉંમર ૧૪ વર્ષની હોવાથી ખુબ જ ગભરાય ગયેલ હતા. ત્યારબાદ સખી- વન સ્ટૉપ સેન્ટરના સ્ટાફ દ્રારા બેનને ઘર જેવો પ્રેમ તથા લાગણી આપેલ. તથા આશ્રય આપેલ. ત્યારબાદ બેનનુ સતત કાઉંસેલિંગ કરતા જાણવા મળેલ કે મધ્ય પ્રદેશના અલિરાજપુરના સેવારીયા ગામના વતની છે. ભાઈનો કોઇ નંબર કે સરનામુ ન હોવાથી સખી- વન સ્ટોપ સેંટરના સ્ટાફ દ્રારા એમ.પી.ના એમ.એલ.એ.નો સંપર્ક કરી તેમના ગામના સરપંચની માહીતી મેળવેલ. તેઓએ તેમના માતા-પિતાને જાણ કરીને અને એમ.પી.થી તેમના માતા-પિતાને વન સ્ટૉપ સેન્ટર ખાતે બોલાવવામાં આવેલ. યુવતીને ૫ દીવસ સુધી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ. તા.16 ના યુવતીના માતા-પિતા સખી- વન સ્ટૉપ સેન્ટર ખાતે આવેલ. તેઓ તેમની દીકરીને જોઈને ખુબ જ રાજી થઈ ગયેલ. ત્યારબાદ ડોક્યુમેંટની તપાસણી કરી તે યુવતીનો કબ્જો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યો. યુવતીએ તથા તેમના માતા-પિતાએ સખી- વન સ્ટૉપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.