ખોડીયારનગર સોસાયટીના રહેવાસીઓની રજુઆત વાંકાનેર : વાવઝોડામાં વાંકાનેરની ખોડિયાર સોસાયટીના રહેવાસીઓને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોય નુક્શાનીનો સર્વે કરીને વળતર આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે. વાંકાનેરની ખોડીયારનગર સોસાયટીમાં રહેતા ગાંગહ રાજેશભાઇ ધીરુભાઈ, દેગડા વશરામભાઈ નાજાભાઈ સહિતના 13 આસમીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી તા. ૧૪/૦૫/૨૦૨૧ ના રોજ તૌકતે વાવાઝોડાના કારણે કારણે વાંકાનેર પંથકમાં પણ મોટા પ્રમાણમાં નુક્શાન થયું હોવાનું જણાવી તેમની ખોડીયારનગર સોસાયટીના રહેવાસીઓના કાચા મકાનને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ હોવાનું જણાવ્યું છે. વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે, અમુક આસામીઓના મકાન પડી ગયેલ છે. અને અમુક મકાનના નળીયા ઉડી ગયેલ છે. જેની જાણ સ્થાનીક તંત્રે કરેલ પરંતુ તેમણે કોઈ ધ્યાન આપેલ નથી. અરજદારો હાલ ઘર વગરના થઈ ગયેલ છીએ અને ઝુપડા બાંધીને રહેવા મજબૂર બન્યા હોય તાકીદે સર્વે કરી સરકારના નિયમ મુજબ વળતર ચૂકવવા માંગ ઉઠાવી છે.