મોંઘવારીમાં વિદેશી દારૂની તુલનાએ દેશીના બંધાણીઓ વધી ગયા !! મોરબી : મોરબી જિલ્લામાં મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.)ના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે તા.16 ના રોજ દેશી દારૂનો મુદ્દામાલ વેચાણ કરવાના ઇરાદા સાથે ત્રણ મહિલાઓ સહીત સોળ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી દારૂ જપ્ત કરી જે-તે પોલીસ સ્ટેશનમાં તેઓની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા શકત શનાળા ધુનડા રોડ તળાવ પાસે અશ્વિનભાઇ જીવરાજભાઇ સનારીયા, સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા વેજીટેબલ રોડ લાભનગર સોસાયટી પાસે ધર્મેશભાઇ શાંતીલાલ પરમાર અને ગાંડુભાઇ કિશોરભાઇ કગથળા, શોભેશ્વર રોડ પર પાણીની ટાંકી પાસે સુરેશભાઇ ઉર્ફે સુર્યો અમરશીભાઇ સારલા, મોરબી તાલુકા પોલીસ દ્વારા બેલા ગામની સીમમાં એન્ટીલા સીરામીક પાસે ભરતભાઇ રામજીભાઇ પરમાર, રફાળેશ્વર ગામે ગણેશ ઉર્ફે ગણીયો રણછોડભાઇ ઝાંપડા, લાલપર ગામની સીમમાં હોલીસ સીરામીક પાસે દિવ્યેશભાઇ વસંતભાઇ સાંચલા, કોસા સીરામીકની સામે બાલાજી હોટલ પાસે રાજેશભાઇ વાલજીભાઇ ચૌહાણ, રંગપરથી ગાળા જતા રસ્તે સીઓન સીરામીક કારખાના પાસેથી અફઝલભાઇ અકબરભાઇ કુરેશીને દેશી દારૂ આશરે 70 લીટર (કિંમત રૂપીયા 1400) સાથે, વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કમલેશભાઇ ધીરૂભાઇ ઉઘરેજા, ઢુવા માટેલ રોડ દ્રારકાધીશ હોટલ પાસે વીનોદભાઇ ઉર્ફે વીનો કરશનભાઇ મંદરીયા, ટંકારા તાલુકા પોલીસ દ્વારા કલ્યાણપર રોડ પર જી.ઇ.બી.ની પાછળ પ્રકાશભાઇ નાગજીભાઇ સીંધવ, બંગાવડી ગામ દેવીપુજક વાસમાં મનીષાબેન અલ્પેશભાઇ જગદિશભાઇ જખાણીયા, મીતાણા રૂખડીયા હનુમાનજીના મંદિર પાસે ચંપાબેન દેવરાજભાઇ ભલુભાઇ સાડમીયા, ટંકારા મોરબી હાઈવે રોડ શોલે હોટલ પાછળ અજયભાઈ નીતીનભાઈ વાઘેલા, જુના હડમતીયા રોડ દેવીપુજક વાસ ઢોળા પાસે લીલાબેન વિરજીભાઇ વાઘેલાની અટકાયત કરવામાં આવી છે. માળીયા મીં. પોલીસ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ રહેંણાક મકાનની પાછળ આવેલ ખેતરના સેઢે બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૮૦૦ (કિ.રૂ.૧૬૦૦) રાખી કુલ મુદામાલ (કી.રૂ.૧૬૦૦) ઝડપી પાડવામાં આવ્યો છે. રેઇડ દરમ્યાન આરોપી હસિનાબેન ઉર્ફે હુશીબેન હનીફભાઇ હુશૈનભાઇ મોવર હાજર નહી હોવાથી પોલીસે હાલમાં તેની શોધખોળ આદરી છે.