મૃતકના પિતાએ ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી મોરબી :મોરબી નજીક સરતાનપર રોડ ઉપર મોટો સીરામીકની સામે મકનસર પાસે સરતાનપર રોડ ઉપર ટ્રેઇલરચાલકે બાઇકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી બાઈકચાલકનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પહલવાનસીગં નંદરામભાઇ કુર્મી (ઉ.વ. ૪૨, ધંધો મજુરી, રહે.બૈરી, તા. ખુરાઇ જી સાગર, હાલ રહે. મુસાખેડી મયુરનગર શેરી નં. ૧૯ ઇન્દોર મધ્યપ્રદેશ) એ આરોપી RJ-14-DC-0413 નંબરના ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૫ના રોજ સરતાનપર રોડ મોટો સીરામીકની સામે મકનસર નજીક ફરીયાદીના દીકરા સર્વેશકુમાર મોટર સાયકલ નં. જી.જે.૩૬.કે .૦૨૭૨ ને ચલાવીને જતો હોય અને ત્યારે આરોપી ટ્રેઇલર ચાલકે પોતાનુ ટ્રેઇલર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના દીકરાના મો.સા. સાથે ભટકાય જતા માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજા થતા સ્થળ પર મોત નીપજતા ટેઇલરચાલક પોતાનુ ટેઇલર સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો. આ બનાવની પરથી મોરબી તાલુકા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. વી.આર.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.