RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 7 ધંધાર્થીઓ સામે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોના અંગેના સરકારના વિવિધ જાહેરનામાનો પોલીસે સતત કડક અમલ ચાલુ રાખીને જિલ્લામાં મંગળવારે 24 કલાક કોવિડના જાહેરનામાનો ભંગ કરતા 22 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાંથી વેપારીઓ અને રીક્ષાચાલકો સહિત 7 ધંધાર્થીઓ સામે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબીમાં મંગળવારે રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા 5 લોકો, માસ્ક વગર જાહેરમાં ફરતા 2, આરટીપીસીઆર રિપોર્ટ વગર વેપાર કરતા કપડાંની દુકાનના માલિક, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષાચાલકો, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર રીક્ષાનો ધંધો કરતા રીક્ષાચાલક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલકો,માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, હળવદમાં કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા 2 છૂટક વસ્તુનું વેચાણ કરતા લારીધારક, માળીયા (મી.)માં કોરોના ટેસ્ટ કે વિકસીન લીધા વગર ધંધો કરતા ચાની દુકાનના માલિક, હેર સલૂનની દુકાનના માલિક અને એક રીક્ષાચાલક સહિત કુલ 22 સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.