મોરબી : મોરબીમાં આવેલ વૈદ્ય સભાના પ્રમુખ તરફથી આર્ય સન્યાસી દયાળ મુનિનું સન્માન કરવામાં આવ્યું છે. ટંકારાના આર્ય સન્યાસી દયાળ મુનિ જેને અનેક એવોર્ડ મળેલ છે. અનેક પુસ્તક તથા વૈદિક મંત્રોનું અનુવાદન કરેલ છે. જામનગર આયુર્વેદ કોલેજમાં કાય ચિકિત્સાના પ્રોફેસર તરીકે નિવૃતિ લઇને ટંકારા ખાતે સ્થાયી થયેલ છે. અને આયુર્વેદ ક્ષેત્રે જેમને નામના મેળવેલ છે, તેવા આર્ય સન્યાસી દયાળમુનિનું મોરબી વૈદ્યસભાના પ્રમુખ ડો. બી. કે. લહેરૂએ હારતોરા તથા મોમેન્ટ અર્પણ કરીને તેમના સ્વગૃહે તેમને સન્માનિત કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.