જિલ્લા કમિટી સમક્ષ મામલો આવ્યા બાદ ખાનપરના ઈસમો વિરુદ્ધ ગ્રામ્ય મામલતદારે ફરિયાદ નોંધાવી મોરબી : મોરબી તાલુકાના ખાનપર ગામે સરકારી ખરાબાની જમીન પચાવી પાડી ખેતી કરતા ત્રણ શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી ગ્રામ્યના મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીઓ ડુંગરભાઇ ડાયાભાઇ પરમાર, જગદીશભાઇ ડાયાભાઇ પરમાર અને રતિલાલ ડાયાભાઇ પરમાર એ ગામની માલીકીના સર્વે નં. ૬૫૭ પૈ.૧૮ ની હે.૩-૨૩-૭૫ ચો.મી. જમીનમાં અનઅધિકૃત રીતે કબ્જો જમાવી ખેતી કરતા હોવાનું ધ્યાને આવતા આ મામલે જિલ્લા કમિટી દ્વારા નિર્ણય લઇ ત્રણેય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.