મોરબીના નવાગામ (લખધીરનગર) ગામે બનેલી ઘટનામાં પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના નવાગામ (લખધીરનગર) ગામે જૂની અદાવત મામલે યુવાન ઉપર ધોકા-કુહાડીથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે.જેમાં યુવાને પાંચ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરનગર (નવાગામ) ગામે રહેતા મુકેશભાઇ પરસોતમભાઇ ડુબાણીયા (ઉ.વ.૩૭) એ આરોપીઓ સંજયભાઇ ગગજીભાઇ, ભુપતભાઇ લાભુભાઇ, કરણભઇ ભુપતભાઇ, કિશનભાઇ ભુપતભાઇ, અશોકભાઇ નાથાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૫ ના રોજ સાડા છ વાગ્યા દરમ્યાન નવાગામ (લખધીરનગર) ગામે એક આરોપીએ કોઈ જૂની બાબતનો.ખાર રાખી અન્ય ચાર આરોપીઓને બોલાવી ફરીયાદીને લાકડાના ધોકાઓ વતી આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી અને કુહાડી વતી માથાના ઉપરના ભાગે મારી ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે પાંચેય આરોપીઓ સામે IPC કલમ. ૧૪૩ ૧૪૭ ૩૨૩ ૩૨૪ જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મોરબી તાલુકા પો.સ્ટે.ના એચ.સી. વી.આર.પરમાર ચલાવી રહ્યા છે.